કાર્યવાહી@અમદાવાદ: મહિલા પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતા ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ એસીબીએ પાંચ લાખની માંગવાનો ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. નડિયાદમાં રહેતા એક વ્યક્તિ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ મહિલા પીએસઆઇ પી જે ચૌધરી કરતા હતા. આ અરજીના કેસમાં તે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો ન નોંધવા માટે પીએસઆઇ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલે દિલિપ ભોઇએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
રકઝકના અંતે પાંચ લાખની રકમ નક્કી થઇ હતી. તે વ્યક્તિ લાંચ આવતા ઇચ્છતા ન હોવાથી નડિયાદ એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ શીલજ બીટની સાયબર ક્રાઇમની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલે પાંચ લાખની રોકડ લીધા બાદ પીએસઆઇ ચૌધરી સાથે વાત કરી હતી. જેના આધારે એસીબીએ હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા પીએસઆઇની શોધખોળ શરૂ કરી છે.

