કાર્યવાહી@અમદાવાદ: વિરમગામ હાઈવે પર ગેસ રિફિલિંગ કૌંભાડનો પર્દાફાશ, સંચાલક સહિત 4ની ધરપકડ

સિલિન્ડર આસપાસના ગ્રામજનોને જરૂર પ્રમાણે આપવામાં આવતા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિરમગામ હાઈવે પર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે, અને રિફિલિંગ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે.રામદેવ હોટલના સંચાલક સહિત 4ની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ થયા છે. LPG ગેસ ભરેલા 36 અને 8 ખાલી સિલિન્ડર જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. SOGએ કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટેન્કર પણ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથધરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર રિફિંલિંગને લઈ પર્દાફાશ કર્યો છે, એસઓજીને બાતમી મળી હતી કે વિરમગામ હાઈવે પર એક હોટલની પાછળના ભાગે ગેસના ટેન્કરમાંથી બારોબર ગેસ સિલિન્ડર રિફિલ કરવામાં આવે છે.
પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરી તો LPG ગેસ ભરેલા 36 બાટલા અને ખાલી 8 ગેસના બાટલા જપ્ત કર્યા હતા, મુખ્ય આરોપી દેવારામ ચૌધરી કે જે LPG ટેન્કરના ડ્રાઇવરને 500 રૂપિયા સિલિન્ડર ભરવા માટે આપતો હતો અને કૌંભાડ કરતો હતો, આ સિલિન્ડર આસપાસના ગ્રામજનોને જરૂર પ્રમાણે આપવામાં આવતા હતા, આરોપીઓ કેટલા સમયથી આ રીતનું કૌંભાડ આચરતા હતા તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.
આ ઘટનાને લઈ અગામી સમયમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે. ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવ્યુ હતુ. આવી જ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટલના પાર્કીંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઇને કુલ રૂપિયા ૩.૩૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો.