કાર્યવાહી@અમદાવાદ: કૃષ્ણનગરમાંથી 23.52 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, આરોપીની અટકાયત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના કૃષ્ણનગરમાંથી લાખોની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપી લેવામાં SOGને મોટી સફળતા મળી છે. એક મકાનમાં એક યુવક રુ.23.52 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો. એસઓજીની ટીમે યુવકની ગાંજા સાથે અટકાયત કરીને ફરાર સપ્લાયરની શોધખોળ શરુ કરી છે. કૃષ્ણનગરમાં આવેલી રઘુનાથ સોસાયટીમાં હાઈબ્રિડ ગાંજો છુપાવ્યો હોવાની સચોટ બાતમી SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્યારે આ મામલે SOGની ટીમે તે મકાન પર ઓચિંતી રેડ પાડી હતી.
આ રેડમાં મકાનમાંથી રાહુલ ગાડે નામના યુવકની હાઈબ્રિડ ગાજા સાથે અટકાયત કરી છે. પોલીસને સ્થળ પરથી કુલ 23.52 લાખની કિમતનો 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલો આરોપી અમદાવાદના બન્ની ભાટિયા નામના સપ્લાયર પાસેથી ગાંજો લાવીને ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. પોલીસની તપાસ દરમિયાન કુલ 45 .25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ફરાર સપ્લાયરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

