કાર્યવાહી@અમદાવાદ: શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 52.58 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો

 
કાર્યવાહી
ચોકલેટ અને બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંજાના પાર્સલની ઉપર સુરતનું એડ્રેસ લખેલું છે. આ ગાંજો કયાં અને કોને મળવાનો હતો તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયો ગાંજો જેમાં ચોકલેટ અને બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે.

પોલીસને બાતમી હતી અને તે બાતમીના આધારે તપાસ કરી હતી અને ગાંજો ઝડપાઈ ગયો છે, બ્રિટનથી પાર્સલ આવ્યું હોવાનો ઉલ્લેખ પોસ્ટ ઓફિસમાં કરાયો છે. કુલ 52 લાખ 58 હજારની કિંમતનો 800 મિલી ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો. અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી હતી.નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે,ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.