કાર્યવાહી@અમદાવાદ: SP રિંગરોડ પરથી દારૂનો જથ્થો ઝડપાયો, 53.95 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના SP રિંગરોડ પરથી દારૂનો જથ્થો ઝડપાયો છે. સંજરી પાર્ટી પ્લોટમાં પાર્ક કરેલા કન્ટેનરમાંથી 53.95 લાખની દારૂની બોટલ ઝડપાઈ છે. ઝોન 7 LCBએ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધુ છે. કન્ટેનરમાંથી ઝડપાયેલા દારૂ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી દારૂના જથ્થાને જપ્ત કરવામાં સફળતા મળી છે. રાજ્યમાં તહેવારો પહેલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી આવતો હોવાની માહિતીના આધારે આમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ઝોન-7 LCBની ટીમે એસપી રિંગરોડ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે.
આ સમગ્ર મામલે 53 લાખનો દારૂ હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસને જાણ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદ શહેરના ચાંગોદર સ્ટેશન વિસ્તારમાં એસ.પી. રિંગરોડ પરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCBએ ભારતીય બનાવટી દારૂની 15,456 બોટલોનો જથ્થો ઝડપી લીધો છે. આ દારૂના જથ્થાની બજાર કિંમત 53.95 લાખની આંકવામાં આવી રહી છે. ઝોન-7 LCBની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમી મુજબ પાર્કિંગમાં પાર્ક કરેલા કન્ટેનરમાં આ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.