કાર્યવાહી@અમદાવાદ: લોકડાઉન વચ્ચે ગરબા રમનાર પીઆઈ સસ્પેન્ડ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા બોપલના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોપલના સફલ પરિસરમાં પીઆઇ અનિલા બ્રહ્મભટ્ટ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી લોકોને એકત્ર કરી ગરબા રમ્યા હતા. જ્યારે ખુદ પોલીસ કર્મચારીઓએ જ મોઢે માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું નહોતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
કાર્યવાહી@અમદાવાદ: લોકડાઉન વચ્ચે ગરબા રમનાર પીઆઈ સસ્પેન્ડ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા બોપલના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોપલના સફલ પરિસરમાં પીઆઇ અનિલા બ્રહ્મભટ્ટ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી લોકોને એકત્ર કરી ગરબા રમ્યા હતા. જ્યારે ખુદ પોલીસ કર્મચારીઓએ જ મોઢે માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું નહોતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોશિયલ ડિસ્ટન્સનાં પાલન કર્યા વગર ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા. પોલીસ કર્મચારીઓનો ગરબે રમતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા પછી રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાના આદેશથી ગ્રામ્ય એસપીએ પીઆઇ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દીધા છે.