કાર્યવાહી@અમદાવાદ: બાપુનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ.3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 
કાર્યવાહી
એસીબીએ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાપુનગર પોલીસ સ્ટેશનનો એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. સહદેવસિંહ પલાણિયા નામના આ કોન્સ્ટેબલને એસીબીએ રૂ.3,000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ વિભાગની છબી ફરી એકવાર ખરડાઈ છે. આ કેસની વિગતો મુજબ બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહે એક ફરિયાદીની રિક્ષા શંકાના આધારે જપ્ત કરી હતી.પોલીસને શંકા હતી કે આ રિક્ષાનો ઉપયોગ લૂંટના ગુનામાં થયો છે.

ફરિયાદી પોતાની રિક્ષા છોડાવવા માટે કોન્સ્ટેબલનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોન્સ્ટેબલે રિક્ષા છોડવા માટે રૂ.3,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલ સહદેવસિંહને રૂ.3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કેટલાક પોલીસકર્મીઓ હજુ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. જે કાયદાનું પાલન કરાવતી સંસ્થા માટે ચિંતાનો વિષય છે. પોલીસે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની જરૂર છે.