કાર્યવાહી@અમદાવાદ: દેત્રોજમાં મહિલા શિક્ષિકા પાસેથી 35 હજારની લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક ઝડપાયા

 
કાર્યવાહી

ફરીયાદીએ સરકાર દ્ધારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલ ટાટની પરીક્ષા પાસ કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં એક મહિલા શિક્ષિકા પાસેથી રૂ 35,000 ની લાંચ લેતા દેત્રોજની શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા મંદિર સ્કુલના આચાર્ય કમલેશભાઇ માણેકલાલ પટેલ અને જુનીયર ક્લાર્ક વિમલભાઇ ભાઇલાલભાઇ પટેલની ACBએ ધરપકડ કરી છે. ફરીયાદીએ સરકાર દ્ધારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલ ટાટની પરીક્ષા પાસ કરી હતી.બાદમાં ગઈ તા.29.7.2025 ના રોજ શિક્ષિકા તરીકે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે શેઠ શ્રી એલ.વી & કે.વી.ભાવસાર વિદ્યા મંદિર સ્કુલ ખાતે તેઓને નિમણુંક મળી હતી.

આથી ફરીયાદી સ્કુલ માં હાજર થયા હતા. ત્યારબાદ સ્કુલના આચાર્ય આરોપી કમલેશ પટેલે કહ્યું હતું કે તમે હાજર થયા છો તે શિક્ષકની સીટ માં મે ફેરફાર કરાવી EWS કરાવી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ નોંધાવેલ છે.આ બાબતે તમારે વહેવાર ના રૂ.35,000 મને આપવા પડશે, જેથી આ લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ના હોય ACBમાં ફરિયાદ કરી હતી. ફરીયાદને આધારે શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધામંદિર સ્કુલના કાર્યાલયમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચ ના છટકા દરમ્યાન આરોપી કમલેશ પટેલે લાંચના નાણા આરોપી વિમલ પટેલને આપી દેવા જણાવ્યું હતું. બાદમાં આરોપી વિમલે લાંચના નાણા રૂ.35,000ની લાંચ સ્વીકારી એક બીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા.