કાર્યવાહી@અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ રૂપિયા 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. આરોપીને માર નહી મારવાનો અને વધુ રિમાંડ નહી માગવા માટે લાંચની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનની સામે આવેલી હોટલમાં લાંચ લેવા પીએસઆઈ પહોંચ્યા હતા.
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીના પુત્ર વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે ફરીયાદીના પુત્રને માર નહી મારવા તથા ગાળો નહી બોલવા તથા રિમાંડ દરમિયાન હેરાન નહી કરવા આ કામના આક્ષેપિતે રૂ.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ પોતાની પાસે હાલ રૂ.૮૦,૦૦૦ની વ્યવસ્થા થઇ શકે તેમ છે.તેમ જણાવતા આક્ષેપિતે રૂ.૮૦,૦૦૦ આજરોજ આપવા કહેલ અને ફરીયાદીને રૂ.૨૦,૦૦૦ પછીથી આપવા જણાવેલ, પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૮૦,૦૦૦ સ્વીકારી લાંચના છટકા દરમિયાન પકડાઇ ગયેલ હતા.
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ, સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે, ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.