કાર્યવાહી@અમદાવાદ: AMCનો નિવૃત કર્મચારી 4,000ની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

 
કર્મચારી

વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી લાંચની માંગણી કરતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આકારણીના કામ માટે રૂ.4,000 ની લાંચ લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો નિવૃત કર્મચારી ગોવિંદ પરમાભાઇ ડાભી ACBની જાળમાં ફસાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનાર AMC ના કર્મચારીઓ દ્રારા વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1,000થા રૂ.10,000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની એ.સી.બીને રજુઆત મળી હતી.

ACBની ટીમે મકાન નં.A/52અંબિકાનગર સોસાયટી, વિરાટનગર, અમદાવાદ ખાતે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ આ કામના ડીકોયર સાથે હેતુલક્ષી વાંતચીત કરી રૂ.4,000ની લાંચની માગણી કરી સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયો હતો.