કાર્યવાહી@અમદાવાદ: પોલીસનું શરમજનક કૃત્ય, લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા
LCBએ કૉન્સ્ટેબલ સહિત 5 આરોપીને દબોચ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં લોખંડના સળિયા કટિંગ કરીને બારોબાર વેચી મારવાનું કૌભાંડ ખુલ્યુ છે, જેમાં પોલીસકર્મી મુસ્તાફખાન મલેક સહિત પાંચની ધરપડ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ટ્રાન્સપોર્ટમાં ટીએમટી સળિયા ચોરીને બારોબાર વેચી માર્યા હતા. અમદાવાદમાં ચોરને પકડતી પોલીસ જ ચોરી કરતા ઝડપાઈ છે. શહેરમાં કૉન્સ્ટેબલ અને તેના સાગરિતો લોખંડના સળિયા ચોરી કરતાં ઝડપાયા છે. વેજલપુરના સોનલ સિનેમા પાસેથી ઝૉન-2 LCBએ કૉન્સ્ટેબલ સહિત 5 આરોપીને દબોચ્યા છે. લોખંડના સળિયા કટિંગ કરીને બારોબાર વેચી દેવાના કૌભાંડમાં હાલમાં તપાસ ચાલી રહી છે.
આ કેસમાં પોલીસે અઢી લાખ કિંમતના 4 ટન સળિયા સાથે આ તમામની ધરપકડ કરી છે. ટ્રેલરનો ચાલક કેટલોક માલ રસ્તામાં જ કટિંગ કરીને વેચી મારતો હતો. મુસ્તાફખાન મલેક નામનો પોલીસકર્મીની આ સળિયા ચોરીના કેસમાં સંડોવણી ખુલી છે. મુસ્તાફખાન મલેક DCP ઝૉન-2ના સ્ટાફમાં નોકરી કરે છે. પોલીસકર્મી મુસ્તફાખાન અમદાવાદ પોલીસમાં ડીસીપી ઝૉન-૨ના સ્ટાફમાં નોકરી કરે છે, અને તેને તેણે પ્રાથમિક પુછપરછમાં કબુલ્યુ છે કે, કચ્છથી મંગાવવામાં આવેલા જથ્થામાંથી તેણે ડ્રાઈવરને બે લાખ રૂપિયા આપીને સળિયા ખરીદી કર્યા હતા, હાલમાં આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.