કાર્યવાહી@અમરેલી: પોલીસકર્મીના ઘરમાંથી 2000થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
આ પહેલા પણ પોલીસકર્મી દારૂના કેસમાં ઝડપાઇ ચુક્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસના ઘરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત પોલીસનું નાક વઢાય તેવી ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે. અરવલ્લીના ધનસુરાના રહીયોલ ગામમાં LCBની ટીમે દરોડા પાડી પોલીસકર્મીના ઘરમાંથી જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અરવલ્લીમાં પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. LCBની ટીમે ધનસુરાના રહીયોલ ગામમાં પોલીસકર્મીના ઘરે દરોડા પાડ્યા હતા.
પોલીસ કર્મી વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારુ જપ્ત કર્યો છે. પોલીસકર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારુ ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા જ તે ફરાર થઇ ગયો હતો. આ પહેલા પણ પોલીસકર્મી દારૂના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. સાબરકાંઠા પોલીસે અગાઉ દારૂના કેસમાં કાર્યવાહી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ પોરબંદરથી પોતાની ફરજ પરથી અરવલ્લી આવ્યો હતો. બુટલેગર બનેલો પોલીસકર્મી વિજય પરમારને પકડવા માટે LCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.