કાર્યવાહી@અંકલેશ્વર: કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું, કુલ રૂ.69.23 લાખનો મુદ્દામાલ જપ્ત

 
આરોપી
પોલીસે સાત આરોપીઓની કરી ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાંથી  કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી ઝડપાયું હતું. સુરતના મગદલ્લા પોર્ટથી દહેજની GACL કંપનીમાં આ કોલસો પહોંચાડવાનો હતો, માર્ગમાં જ કોલસા માફિયાઓ ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને કોલસા ચોરીને અંજામ આપી રહ્યા હતા,હાલ પોલીસે કુલ રૂપિયા 69 લાખ 23 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કરીને 7 આરોપીની ધરપકડ કરી હતી.

જેમાં પોલીસની તપાસમાં સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી કોલસો ટ્રકમાં ભરીને ભરૂચના દહેજ ખાતેની GACL નાલ્કો અલ્કાઈસ એન્ડ પ્રા.લી.માં લઇ જવામાં આવતો હતો.પરંતુ ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને ઈમ્પોર્ટન્ટ કોલસાની ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. LCBએ સાત આરોપીઓની ધરપકડની સાથે ટ્રકમાં ભરેલ ઈમ્પોર્ટન્ટ કોલસો,ચાર ટ્રક,એક લોડર,સ્વીફ્ટ કાર,તેમજ બાઈક થતા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 69 લાખ 23 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, ભેજાબાજ કોલસા માફિયાઓ ટ્રક માંથી કોલસો ચોરીને તેમાં થાનની માટી તેમજ ફલાયસ મિક્સ કરીને કૌભાંડને અંજામ આપતા હતા. તેમજ LCB પોલીસે ગોડાઉનમાં રહેલ 90 ટન કોલસો જેની કિંમત રૂપિયા 6 લાખ 21 હજાર, તેમજ થાનની માટી 35 ટન કિંમત રૂપિયા 24 હજાર 500 તથા ફલાયસ 20 ટન કિંમત રૂપિયા 12 હજારનો જથ્થો ગોડાઉન સાથે સીલ કર્યો હતો. ઘટના અંગે LCBએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, અને વધુ આરોપીઓની સંડોવણી અંગેની તપાસ પણ શરુ કરી હતી.