કાર્યવાહી@બનાસકાંઠા: ડીસામાં ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ, બે વ્યક્તિની ધરપકડ

અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે LCBએ રેડ કરી હતી અને સ્થળ પરથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ બે આરોપીઓને ઝડપી લીધા હતા.
ડીસામાં ડુપ્લીકેટ નોટ છાપતી ફેક્ટરી ઝડપાઇ છે. ડિસાના મહાદેવીયા ગામેથી પોલીસે ફેક્ટરી ઝડપી છે. ખેતરના ભોયરામાં ડુપ્લીકેટ નોટો બનાવતા હતા. પોલીસે રાયમલ પરમારના ખેતરમાંથી બાતમીના આધારે ઝડપી છે. પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નોટનો મોટી માત્રામાં જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 3 નોટ છાપવાના મશીન મળી આવ્યા છે.ડીસાના મહાદેવિયા ગામેથી ડુબલીકેટ ચલણી નોટો છાપતી ફેક્ટરી ઝડપાઈ છે. મહાદેવીયા ગામના રાયમલસિંહ બનેસિંહ પરમારના ખેતરના ભોયરામાં ડુબલીકેટ નોટો છાપવાની ફેક્ટરી બનાવી હતી. બનાસકાંઠા એલસીબીની ટીમે ડુબલીકેટ નોટો બનાવતી ફેક્ટરીને ઝડપી ડુબલીકેટ નોટોનો મોટી માત્રામાં જથ્થો કબજે કર્યો છે.