કાર્યવાહી@બનાસકાંઠા: ધાનેરામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો, 91 હજારનો મુદ્દામાલ જપ્ત

 
Karyvahi

'સાગર'નું લેબલ લગાવીને બજારમાં આ શંકાસ્પદ ઘી ઘુસાડવામાં આવતું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નકલી જીરું, તેલ બાદ હવે બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. આ જોતા તો એવું લાગે છે કે, જિલ્લામાં તહેવારો સમયે ભેળસેળીયાઓ બેફામ બન્યા છે. બનાસકાંઠાના ધાનેરામાંથી પ્રતિષ્ઠિત ઘીની બ્રાન્ડનું લેબલ લગાવી નકલી ઘી વેચવાનો કારસો કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ફૂડ વિભાગ એક્શનમાં આવી ગયું છે. દરેક અલગ અલગ જગ્યાએ જઈને તપાસ કરી રહ્યું છે.

ફૂડ વિભાગે કાર્યવાહી કરીને ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે અને 91 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યો છે. 'સાગર'નું લેબલ લગાવીને બજારમાં આ શંકાસ્પદ ઘી ઘુસાડવામાં આવતું હતું. આ સાથે જ શંકાસ્પદ તેલ પણ ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. ઘી બાદ ફૂડ વિભાગે તેલ પર તવાઈ બોલાવી હતી. ધાનેરામાંથી શંકાસ્પદ તેલના 15kg 33 ડબ્બાઓ કરાયા જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં તહેવારો સમયે ભેળસેળીયાઓ બેફામ બન્યા હોય એવું લાગે છે. પાલનપુર અને ડીસા બાદ ધાનેરામાં પણ તેલનો જથ્થો જપ્ત કરાયો છે. આ અગાઉ મંગળવારે ડીસામાંથી 36 લાખનો શંકાસ્પદ માવો પકડાયો હતો. જેને લઈને ભેળસેળીયા વેપારીઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ડીસામાંથી 1570 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ ઉનામાંથી ડુપ્લિકેટ તેલ મળી આવ્યું હતું.