કાર્યવાહી@ભરૂચ: MGVCLનો જુનિયર એન્જિનિયર વીજ કનેકશન ચાલુ કરવા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયો
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલેજ ને.હા.નં.48 ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ MGVCLના જુનિયર એન્જિનિયર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વિજ કનેકશન મેળવવા સબ ડિવિઝન કરજણ-2 ખાતે અરજી કરી કવોટેશન મુજબ ફી ભરવામાં આવી હતી.
વીજ કનેકશન ન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજુઆત કરતા આક્ષેપિતે નવું વિજ કનેકશન આપી ટી.સી.(ટ્રાન્સફોર્મર) જગ્યાની ઉપર મુકાવવા અને વિજ કનેકશન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આઘારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે દરમ્યાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર ACB ના હાથે ઝડપાઇ ગયો.