કાર્યવાહી@ભાવનગર: સિહોર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Oct 10, 2025, 13:47 IST

વારસાઈની બજાવણી કરવાના મામલે ₹32,000ની લાંચની માંગણી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરના સિહોર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદ ACBએ છટકું ગોઠવીને સિહોર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ભાવનગરના સિહોર મામલતદાર કચેરીમાં અમદાવાદ ACB દ્વારા છટકું ગોઠવીને આઉટસોર્સિંગના કર્મચારીને પકડવામાં આવ્યો છે. આરોપીએ જમીનમાં વારસાઈની બજાવણી કરવાના મામલે ₹32,000ની લાંચની માંગણી કરી હતી.
ACB દ્વારા રાજપરા નજીક ટ્રેપ ગોઠવીને લાંચની રકમ સાથે ઓપરેટરને ઝડપી પાડવામાં આવ્યો છે. રસિક રાઠોડ નામના આઉટસોર્સ તરીકે કામ કરતા કર્મચારીની ધરપકડ કરીને ACB ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું?ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો.