કાર્યવાહી@ભેસાણ: પરબ વાવડીમાં તલાટી મંત્રી ફરિયાદી પાસેથી 1500 રૂપિયાની ડિજિટલ લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢના ભેસાણના પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરિયાદી પાસેથી 1500 રૂપિયાની લાંચ માંગી હતી. તલાટી મંત્રી કામ કરી આપવા માટે ડિજિટલ રીતે લાંચની માંગણી કરી હતી. 1500 રુપિયા માંગવામાં આવ્યા હતા.QR કોડ મોકલી લાંચ આપવા કહ્યું હતું. તલાટી કમ મંત્રી દ્વારા લાંચની રકમ તેમને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપ પર QR કોડ મોકલીને આપી દેવાનું જણાવ્યું હતું. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા હોવાથી તેમણે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. આ અંતર્ગત છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી તેમજ ફરિયાદી વચ્ચે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત થઈ હતી. તેમજ ગેરકાયદેસર લાંચના નાણાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપ્લિકેશનના માધ્યમથી પોતાના એકાઉન્ટમાં જમા થયા બાબતની સ્વીકૃતિ આપી હોવાનું સામે આવ્યું છે.
તલાટી કમ મંત્રી દ્વારા ડિજિટલ રીતે લાંચ સ્વિકારમાં આવી હતી. હાલ તો આ લાંચનો કેસ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે.1500 રુપિયાની લાંચની રકમ સ્વિકારવા માટે તલાટીએ ફરિયાદીને ડીઝીટલ પેમેન્ટ કરવાનું કહ્યું હતું અને QR કોડ મોકલી આપ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું, જેવું ફરિયાદીએ પેમન્ટ કર્યું અને તલાટી મંત્રીએ ગેરકાયદેસર નાણા પોતાના એકાઉન્ટમા જમા કરી લાંચ સ્વીકારી તરત જ ACBના અધિકારીઓએ તલાટી મંત્રીને રંગેહાથ ઝડપી લીધો હતો.