આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે ગત દિવસોએ બે સગાભાઇઓને હત્યા કરી નગ્ન અવસ્થામાં લાશ ફેંકી દેવાઇ હતી. જોકે ઘટના બાદ પોલીસે આજે બંને હત્યારાઓને ઝડપી પાડી જેલહવાલે કર્યા છે. આરોપીઓએ બે સગા ભાઈઓની લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી હત્યા કરી નગ્ન અવસ્થામાં બંનેના મૃતદેહ ગામમાં નાખી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ભિલોડા પોલીસે ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર) ગામે ગત દિવસોએ ખુની ખેલ ખેલાયો હતો. કુડોલ (સુંદરપુર) ગામના રાજેન્દ્રભાઇ યુસુફભાઇ અસારીની દીકરી પર ગામના આશીર્વાદ દાનિયલ પારઘીના ઘરે રહેતો રાજસ્થાની યુવક ચંદ્રેશ ભુરજી કોપસા ખરાબ નજર રાખતો હતો. ગત રવિવારે રાત્રે રાજેન્દ્રભાઇ તેમના નાનાભાઈ વિનોદભાઈ યુસુફ ભાઈ અસારી સાથે આશીર્વાદ દાનિયલના ઘરે ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આશીર્વાદ દાનિયલ અને ચંદ્રેશ કોપસાએ લોંખડની પાઈપ અને છરી સાથે ખેતરમાં બંને ભાઈઓ પાછળ દોડી લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીઓએ હત્યા છુપાવવા બંને મૃતકોના કપડાં કાઢી નાખી અલગ-અલગ જગ્યાએ ગામની સીમમાં નાખી ફરાર થઈ ગયા હતા. ભિલોડા પોલીસે મૃતકની પુત્રી નિરાલીબેન રાજેન્દ્રભાઇ અસારી ની ફરિયાદના આધારે આશીર્વાદ દાનિયલ પારઘી (રહે,કુડોલ-સુંદરપુર) અને ચંદ્રેશ ભુરજી કોપસા (રહે, જુશાવાડા, વિજયનગર, મૂળ રહે, ડબાચા, રાજસ્થાન) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભિલોડા પોલીસે બંને હત્યારાઓ કુડોલ (સુંદરપુર) ગામ નજીક આવેલા ડુંગર પર છુપાયા હોવાની બાતમી મળતા સમગ્ર જંગલ વિસ્તારને કોર્ડન કરી બંને હત્યારાઓને દબોચી લઈ હત્યામાં વપરાયેલ સાધનોની રિકવરી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code