કાર્યવાહી@ચોટીલા: મોટી મોલડી ગામે સરકારી ખરાબામાં ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોલડી ગામે સરકારી ખરાબામાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દા માલ ચોટીલા પ્રાંત અધિકારીએ જપ્ત કર્યો છે. ચોટીલાના નાયબ કલેકટર સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સરકારી સર્વે નંબર ૨૮૨ વાળી જમીનમાં આકસ્મિક રેડ પાડતા કરાઈ હતી.
જમીનમાં ગેરકાયદેસર ખનિજનું ખોદકામ કરતા બે જેસીબી અને ૪ ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા હતા. રૂા.એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનિજ ખોદકામની પ્રવૃત્તિ મોહનભાઇ ટી. ડાભી, માજી. જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે. અમદાવાદ તથા તેમના પુત્ર સંજયભાઇ મોહનભાઇ ડાભી હાલ રહે. અમદાવાદવાળા દ્વારા કરવામાં આવતું હોવાનું ઘ્યાને આવ્યું છે. ત્યારે નિયમોનુસાર વસુલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

