કાર્યવાહી@ચોટીલા: સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી 1 કરોડનો દારૂ ઝડપ્યો, PI સહીત પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

 
Karyvahi
આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોટીલાના ખેરડી ગામમાંથી 8596 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ દારૂની કિંમત રૂા.1.19 કરોડ છે. સાથે 7 લાખની એક ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 10 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ઘટના બાદ જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ મોટી કાર્યવાહી કરી હતી. તેમણે ચોટીલા પીઆઇ સહીત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતો. ચોટીલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયાં હતાં. દારૂબંધી અંગે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે ફરજમાં બેદરકારી દેખાઈ આવતાં ચોટીલાના પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યાં છે.

એસએમસીની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા પીઆઈ આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, યુએચસી છગનભાઈ માયાભાઈ ગમારા, એપીસી હિતેશભાઈ ગોરધનભાઈ, યુપીસી ભરતભાઇ રણુભાઇ, યુપીસી રવિરાજ મેરૂભાઇ ખાચર અને યુપીસી હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.