કાર્યવાહી@દાહોદ: સરપંચ અને તલાટીની મિલીભગતે લાખો રુપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ

 
કૌભાંડ

આ સમગ્ર કૌભાંડ બાબતે જીલ્લા વિકાસ અધિકારી અજાણ હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયત દ્વારા લાખો રુપિયાનું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યુ છે. મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા 23.34 લાખ રુપિયાના 15 જેટલા કામો જેને ક્યારેય કરવામાં આવ્યા નથી, તેને કાગળ પર બતાવી પૈસાની ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ્યજનોની સુખ સુવિધા માટે હેન્ડપંપ, મીની પાઈપ લાઈન, સીસી રોડ, જાહેર શૌચાલય, બોર-મોટર, ગટર યોજના સહીતના અનેક કામો સરકારની વેબસાઈટ ઉપર પુર્ણરુપે બતાવવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં આમાંથી એક પણ કામ પુર્ણ થયું નથી. તેમજ NRG શાખા દ્વારા ખોટા જોબકાર્ડ બનાવી કૌંભાડ આચરવામાં આવતા હતા. જેમાં આંગણવાડી વર્કર, MGVCL કર્મચારી, પ્રાથમિક શાળાના વિધાર્થીઓ, મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામે જોબ કાર્ડ બનાવવામાં આવતા અને પૈસાની ઉચાપત કરવમાં આવતી. આ સમગ્ર કૌભાંડ બાબતે જીલ્લા વિકાસ અધિકારી અજાણ હતા. મામલાની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.