કાર્યવાહી@ડીસા: રહેણાંક મકાનમાંથી 6.9 કિલો ગાંજા સાથે ઇસમને ઝડપી લીધો

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર SOGએ ડીસા તાલુકા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOG ઇ.પી.આઇને બાતમી મળી હતી કે, વાહરા ગામે એક ઇસમ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે આધારે SOG ટીમે પંચો સાથે રાખી રેડ કરી 6.980 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કુલ 69,800નો મુદ્દામાલ
 
કાર્યવાહી@ડીસા: રહેણાંક મકાનમાંથી 6.9 કિલો ગાંજા સાથે ઇસમને ઝડપી લીધો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર SOGએ ડીસા તાલુકા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOG ઇ.પી.આઇને બાતમી મળી હતી કે, વાહરા ગામે એક ઇસમ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે આધારે SOG ટીમે પંચો સાથે રાખી રેડ કરી 6.980 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કુલ 69,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમ્યાન SOGએ 1 ઇસમને ઝડપી પાડી ભીલડી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર SOGના ઇન્ચાર્જ પી.આઇ એમ.કે.ઝાલા અને તેમની ટીમે બાતમી આધારે ડીસા તાલુકાના વાહરા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGએ બાતમી આધારે વાહરા ગામે મહાકાળી મંદીર નજીક પાંચાજી મણાજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. જેમાં ઘરમાં પડેલા ગોદડાઓની નીચેથી એક શણના કોથળામાંથી માદક પદાર્થ ગાંજાનો 6.980 કિલોગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, SOGએ વાહરા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડતાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતાં ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. આ તરફ SOGએ પાંચાજી મણાજી ઠાકોરને ગાંજો ક્યાંથી લાવ્યા તે બાબતે પુછતાં તેમને કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનું સામે આવ્યુ છે. SOGએ ચોક્કસ બાતમી આધારે કરેલી રેડમાં 6.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિ.રૂ.69,800નો ઝડપી પાડી એક ઇસમની અટકાયત કરી હતી. આ સાથે SOGએ આરોપી સામે ભીલડી પોલીસ મથકમાં એનડીપીએસની કલમ 8(C), 20(B) iiC મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.