કાર્યવાહી@ધંધુકા: મિનરલ પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 39.39 લાખનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી
દમણથી દ્વારકા જતો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધંધુકામાં દારૂની હેરાફેરીનો એક કિસ્સો સામે આવ્યો છે. મિનરલ પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે.ધંધુકામાં મિનરલ પાણીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે 12 હજારથી વધુ દારૂ અને બિયરની બોટલ ઝડપી પાડી હતી. મિનરલ પાણીની બોટલની નીચે દારૂ સંતાડીને યુવક હેરાફેરી કરતો ઝડપાયો છે. દમણથી દ્વારકા જતો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો છે.

પોલીસે 39.39 લાખનો દારૂ ઝડપી વધુ તપાસ હાથધરી છે.ધંધુકા પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વિદેશી દારૂ અને બિયરની ટોટલ 12144 બોટલ ઝડપાઈ હતી. આ યુવકે એકવાફીના પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ નો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે એક ઇસમની અટકાયત કરી છે અને ઓરોપીનું નામ અમરા રબારી હોવાનું સામે આવ્યું છે.પોલીસને મળેલી પાક્કી બાતમીને આધારે ટ્રકમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો દમણથી દ્વારકા જતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 39.39 લાખનો દારૂ, 1.57 લાખની પાણીની બોટલ અને ટ્રક તથા અન્ય મુદામાલ સાથે કુલ 46.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.