કાર્યવાહી@ધ્રાંગધ્રા: કેમિકલ ચોરીનું મસમોટુ કૌભાંડ ઝડપાયું, કુલ 83.89 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીઝલ, ડ્રગ, લોખંડ અને કેમીકલ સહીતનો, મુદ્દામાલ જડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પાસે રામાપીરના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરી લઈ જતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રાત્રે દરોડો પાડવામાં આવતા 33 લાખનુ કેમીકલ, ટેન્કર, ટેમ્પો, મોબાઇલ રોકડા સહીત કુલ 83.89 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને જડપી પાડવામાં આવ્યા છે. જયારે 7 આરોપી ભાગી જતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં કુલ 11 આરોપી સામે ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગયો હતો.
ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે પર લાંબા સમયથી ગેરકાયદેસરના ધંધા ધમધમી રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રાના બાઈપાસ પર રામાપીરના મંદિર પાસે ટેન્કરમાથી ગેરકાયદેસર કેમીકલ ચોરી કરી વાહનમાં ભરી લઈ જઈને ચોરી કરવામા આવતી હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલને ફરીયાદ મળતા પોલીસ વડા નીલદીપ રાઈની સુચના ને, લઈને પીએસઆઈ બી એન ગોહીલ અને, સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી. પોલીસ દ્વારા રેડ પાડતા નાશભાગ મચી ગઈ હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાર આરોપી ને 33 લાખના કેમીકલ એક ટેન્કર એક ટેમ્પો 35 બેરલ 20 કેરબા એક મોટર ચાર મોબાઇલ સહીત 83.89 લાખના મુદ્દામાલ સાથે જડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમ્યાન સાત આરોપી ભાગી જતા કુલ 11 આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.
આરોપી રમેશભાઈ કુંરાજી મીણા રાકેશભાઈ હીરાલાલ મીણા, રમેશભાઈ મોહનભાઈ મીણા, સાવન ધનજીભાઈ રાજગોર આમ ચાર આરોપી ઝડપાઈ ગયા હતા. જ્યારે આ રેડ દરમિયાન આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા. શૈલેષભાઈ પટેલ, રાહુલભાઈ, ચકુભાઈ, જીવાભાઇ અને એક ચાલક સહિતના સાત આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ ચાર આરોપી ઝડપાઈ ગયા હતા ત્યારે સાત આરોપી ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે.