કાર્યવાહી@ધ્રોલ: ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કુલ રૂ. 1.40 કરોડનો માલ જપ્ત કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધ્રોલ નજીક ક્રિષ્ના ટ્રેડીંગમાં તંત્ર દ્વારા તપાસણી દરમિયાન સોયાબીન-વનસ્પતિની ભેળસેળ પકડી પાડવામાં આવી હતી. જેમાં શુદ્ધ ધીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સમિત કુલ રૂ. 1.40 કરોડનો માલ જપ્ત કરાયો છે.ભેળસેળિયા તત્ત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઈન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેનું ટેક્સ્ચર ધીને મળતું આવતું આવે છે. આથી તે શંકાસ્પદ જણાઈ આવતાં તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતાં તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો.
એચ.ડી.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે ભારત ફૂડસ કો-ઓપરેટીવ વિ. ગાંધીધામ ખાતેથી ચાર નમુના અને ધ્રોલ નજીક ક્રિષ્ના ટ્રેકિંગમાંથી ચાર નમૂના એમ કુલ 6 નમુના તંત્રના દરોડામાં લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાકીનો આશરે 10 ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ 1.40 કરોડ જેટલી થાય છે, તે જાહેર જનતાના રિફાઈન્ડ પામ તેલ, ને આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે.
તંત્ર દ્વારા ઘીનું ઉપાદન કરતી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તંત્ર દ્વારા સ્થળ પરથી ધી માં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરતા ઈસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના આધારે આ એકમના વેપારી ભરતભાઈ ખિમસુરિયાની હાજરીમાં વનસ્પતિના 3 અને સોયાબીન તેલના એક એમ કુલ 4 નમૂના લેવામાં આવ્યા છે.જ્યારે બાકીના બે ટન જેટલા ખાદ્ય પદાર્થ કે જેની અંદાજીત કિંમત રૂ. 3.3 લાખ જેટલી થવા જાય છે, તે જથ્થો જાહેર જનતાના આરોગયના હિતમાં સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે.વધુમાં તંત્ર દ્વારા મે. ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.