કાર્યવાહી@દ્વારકા: જામ ખંભાળીયમાં લાલ લાઇટવાળી કાર લઈને ફરતો નકલી કલેકટર ઝડપાયો

 
નકલી અધિકારી
તે રાજય સરકારનો માણસ હોવાની લોકોને ચર્ચા કરતો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

દ્વારકાના જામ ખંભાળીયમાં લાલ લાઇટવાળી કાર લઇને ફરતો નકલી અધિક કલેકટર ઝડપાઈ ગયો છે. આ શખ્સ લોકોને અધિક કલેકટરની ઓળખ આપતો હતો અને ખાનગી કારમાં લાઈટ લગાવી હતી. તેનું નામ જીલ પંચમતીયા છે જે નકલી અધિકારી છે અને કારમાં લાલ લાઈટ લગાવીને ફરતો હતો. પોલીસે આ શખ્સને બાતમીના આધારે ઝડપી પાડયો છે. તે રાજય સરકારનો માણસ હોવાની લોકોને ચર્ચા કરતો હતો અને સરકારમાં કઈ કામ હોય તો કરાવી આપીશ તેમ પણ કહેતો હતો.

 

આ કેસમાં અન્ય એક યુવતી કેશા દેસાઈ તેની સામે પણ ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસેGJ 03KP 9113 નંબરની કાર જપ્ત કરી છે અને કેસમાં વધુ તપાસ આદરી છે.જામ ખંભાળીયામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી અને ડુપ્લીકેટ અધિકારીના બોર્ડ અને લાલ લાઇટ વાળી સેલેરીયો કાર ઝડપાઇ છે. એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એડીએમ લખેલી અને લાલ લાઇટ વાળી કાર પોલીસે ઝડપી પાડતા લોકો પોલીસ સ્ટેશન જોવા માટે ઉમટી પડયા હતા. આરોપીએ કોઈ પાસે કામના બહાને રૂપિયા લીધા છે કે નથી લીધા તે દિશામાં પણ તપાસ હાથધરી છે. ત્યારે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે પોલીસે તપાસ હાથધરી છે.