કાર્યવાહી@દ્વારકા: દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવના અંગોની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ

 
કાર્યવાહી
કરોડોની કિંમતનું એમ્બરગ્રીસ, કસ્તૂરી અને સિંહના નખ મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામા આજે અલગ અલગ બે બનાવમાં 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ત્રણમાંથી બે શખ્સ પાસેથી એમ્બરગ્રીસ મળી આવી હતી જ્યારે અન્ય એક શખ્સ પાસેથી કસ્તૂરી અને સિંહના 2 નખ મળી આવ્યા હતા. એમ્બરગ્રીસ એટલે કે માછલીની ઊલ્ટી અમુલ્ય માનવામાં આવે છે, તેની કિંમત કરોડોમાં હોય છે, જેથી આડે રસ્તે કરોડપતિ બનવાનું સપનું સેવતા નરાધમો વ્હાલ માછલીની ઊલ્ટીની હેરાફેરી કરવાના ધંધામાં ઝંપલાવતા હોય છે.

પકડાયેલા આ બે શખ્સો પાસેથી 1આજર 65 ગ્રામ જેટલી વ્હેલ માછલીની ઊલ્ટી મળી આવી છે. જ્યારે અન્ય એક શક્સ પાસેથી કસ્તુરી અને સિંહના 2 નખ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસની કિંમત 1 કરોડ 6 લાખ 50 હજાર હોવાનો અંદાજ, કસ્તૂરી અને સિંહના નખની કિંમત 1 લાખ 20 હજાર હોવાનો અંદાજ છે.દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવના અંગોના ગેરકાયદે વેપાર કરતા આ ત્રણેય શખ્સોની અટકાયત કરી દેવભૂમિ દ્વારકા એસઓજીએ તમામને સલાયા વનવિભાગની ટીમને હવાલે કર્યા છે.