કાર્યવાહી@ગાંધીનગર: CGDA વિભાગનો અધિકારી 3.5 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો
Oct 3, 2025, 16:08 IST

અધિકારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં CBIએ લાંચ-રુશ્વતના એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કંટ્રોલર જનરલ ઑફ ડિફેન્સ એકાઉન્ટ્સ વિભાગના એક અધિકારીને 3.5 લાખની લાંચ લેવાના આરોપસર રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે.CBI દ્વારા ઝડપી પાડવામાં આવેલા આ અધિકારીનું નામ અશોક જાદવ છે. અશોક જાદવ ગાંધીનગર સ્થિત CGDA કાર્યાલયમાં ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે.
આરોપી અધિકારી અશોક જાદવે એક ચોક્કસ સપ્લાય ઑર્ડર સંબંધિત ફાઇલ ક્લિયર કરવા માટે લાંચની માગણી કરી હતી. આ લાંચની રકમ 3.5 લાખ હતી, જે લેતી વખતે CBIએ તેમને છટકામાં પકડી પાડ્યા હતા.CBIએ લાંચ લેતા પકડાયેલા અધિકારી અશોક જાદવની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં CBIની આ કાર્યવાહીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.