કાર્યવાહી@ગાંધીનગર: માણસા તાલુકા પંચાયતનો અધિકારી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 
કાર્યવાહી
અધિકારીએ રૂ.50,000નો હપ્તો જમા કરવા અરજદાર પાસે રૂ.3500ની લાંચ માગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સરકારી યોજનાને લઇ અવાર નવાર લાંચિયા અધિકારીઓ નાગરિકોને છેતરીને લાંચ લેતા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા અધિકારી ઝડપાયો છે.મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાના સમચાર સામે આવ્યા છે.માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો છે.

પીએમ આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનનો હપ્તો જમા કરવા પેટે અધિકારીએ રૂ.50,000નો હપ્તો જમા કરવા અરજદાર પાસે રૂ.3500ની લાંચ માગી હતી. અને ફરિયાદી આપવા ન માંગતા ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે. જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો.