કાર્યવાહી@ગીરસોમનાથ: પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા સીનીયર સર્વેયર ઝડપાયો

 
કાર્યવાહી
ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય એસીબીનો સંપર્ક કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગીર સોમનાથમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે એક વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા સીનીયર સર્વેયરની ACBના અધિકારીઓએ ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી.જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના ગીર સોમનાથના ઈણાજ સ્થિત એસ.એલ.આર. કચેરીના સીનીયર સર્વેયર રાવત રામભાઈ સીસોદિયાએ ફરિયાદી પાસે રૂ.1,50,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

આ બાબતે રકઝકના અંતે સીસોદિયાએ રૂ.1,30,000 માં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. જે પૈકી રૂ.1,00,000 આજ રોજ ફરિયાદી પાસે મંગાવેલ અને બાકીના રૂ.30,000 પછી આપવાનું કહ્યું હતું. ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદએ ગીર સોમનાથ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં આજ રોજ ફરીયાદીની ફરીયાદ આધારે એસ.એલ.આર.ઓફીસ, કલેક્ટર કચેરી બિલ્ડીંગ ખાતે લાંચના છટકામાં સીનીયર સર્વેયર 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.