કાર્યવાહી@ગોધરા: મામલતદાર કચેરીની ઈ-ધારા શાખામાં ફરજ બજાવતો કર્મચારી 5500ની લાંચ લેતા ઝડપાયો
કાચી નોંધ પાડવા માટે રૂપિયા 5500 ની માંગણી કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોધરા મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારી એ કાચી નોંધ પાડવા માટે અરજદાર પાસેથી રૂપિયા 5500 ની માંગણી કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેને લઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે છટકું ગોઠવી સાગર રાણા નામના કર્મચારીને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોધરા મામલતદાર કચેરીની શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા સાગર રાણા નામના કર્મચારી ને અરજદાર દ્વારા જમીનની કાચી નોંધ પડાવા માટે મળ્યા હતા ત્યારે સાગર રાણાએ કાચી નોંધ પાડવા માટે રૂપિયા 5500 ની માંગણી કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા ન માંગતા હોય જેને લઇ એસીબી વિભાગનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ એસીબી દ્વારા છટકુ ગોઠવી આજ રોજ ઈ ધરા શાખાના કર્મચારી સાગર રાણાને રૂપિયા 5500 ની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.