કાર્યવાહી@ગોધરા: સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતો બોગસ કર્મચારી ઝડપાયો

 
બોગસ કર્મચારી

કોઇ પણ પ્રકારના ઓર્ડર વગર સરકારી ટેબલ પર બેસીને સરકારી કામ કરતો હોવાનું બહાર આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતો બોગસ કર્મચારી ઝડપાયો છે. પ્રકાશ પટેલ નામનો બોગસ કર્મચારી સરકારી કચેરીના ટેબલ પર બેસીને દસ્તાવેજને લગતા કામો પણ કરતો હોવાનું સામે આવ્યું છે. કચેરીના જવાબદાર અધિકારીએ ઉડાવુ જવાબ આપતા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સુપરવાઇઝરે બેસાડ્યો હોવાનું જણાવ્યું છે.

ગોધરા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતેથી બોગસ કર્મચારી ઝડપાયો છે.ગોધરામાં લોકો પોતાના દસ્તાવેજના કામકાજ અર્થે સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવતા હોય છે ત્યારે બોગસ કર્મચારી ઝડપાયો છે. પ્રકાશ પટેલનો નામનો કર્મચારી કોઇ પણ પ્રકારના ઓર્ડર વગર સરકારી ટેબલ પર બેસીને સરકારી કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. બોગસ કર્મચારી ઝડપાતા સબ રજીસ્ટ્રાર કચેરીના વડાની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે. આ વ્યક્તિને કોના કહેવાથી સરકારી કચેરીમાં ટેબલ પર બેસાડવામાં આવ્યો હતો તેવા સવાલ પણ ઉભા થયા છે. બિન અધિકૃત રીતે પ્રકાશ પટેલ નામનો વ્યક્તિ કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.