કાર્યવાહી@ગુજરાત: કચ્છમાં 10 દિવસમાં 75 કરોડનો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો, જાણો વિગતે

 
ડ્રગ્સ
દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લખપત અને માંડવીના દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે 10 દિવસમાં 75 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું હતું. આજે જખૌ વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સફળતા મળી છે. ઈન્ચાર્જ આઈજી અમીત વિશ્વકર્મા અને એસપીશ્રી સુસરાના માર્દદર્શનમાં પીએસઆઈ કે.સી.પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.

રવિવારે બીએસએફ, સ્ટેટ આઈબી અને જખૌ મરીન પોલીસને ખીદરત ટાપુ પર આવેલ ખીદરતશા પીરની દરગાહ સામેના દરિયા કિનારા વિસ્તારમાંથી ચરસના લર પેકેટ જ્યારે કોટેશ્વરમાં લાઈટ હાઉસ પાસે બીએસએફને એક બિનવારસુ પેકેટ મળી આવ્યું હતું. આ પહેલા રોડાસર, કડુલી, પિંગલેશ્વર, સિંધોડી, સૈયદપીર, ખીદરતપીર, ધોળુપીર, સુથરી સહિતના વિસ્તારમાંથી દરિયાઈ માર્ગે તણાઈને આવેલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. અત્યાર સુધી કબજે કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે 75 કરોડ કિંમત નક્કી કરવામાં આવી છે.

ભુજ-અંજાર હાઈવે રોડ પર આજે સવારે અંજાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં આ હોટલમાંથી મોટી માત્રામાં પોષડોડાનો પાવડર પકડાયો છે. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ રતનાલ પાસે આવેલી રામદેવ હોટલ રાજસ્થાનેથીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલમાંથી પોષડોડાનો 196.465 કિલો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત 56.680 કિલો ફાડિયા મળી આવ્યા હતા. કુલ 253.145 કિલો માદક દ્રવ્ય કબજે કરવામાં આવ્યું છે. જેની કિંમત 7,59,435 આંકવામાં આવી છે.