કાર્યવાહી@ગુજરાત: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ, જાણો વધુ

 
આતંકી

જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક એક્ટિવ કરવાની કામગીરી ચાલી રહી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી દિવસોમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પહેલા ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસની ટીમ મધ્ય પ્રદેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ તમામ શખ્સો ગુજરાતમાં આ આતંકી સંગઠનને સક્રિય કરવા માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે ATSની અલગ-અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે અને હાલમાં આ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે.

ATSના સકંજામાં આવેલા 8 આતંકીઓની ઓળખ અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ તરીકે થઈ છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો હેઠળ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.