કાર્યવાહી@ગુજરાત: ગીર સોમનાથમાંથી બિનવારસી ડ્રગ્સના 9 પેકેટ મળ્યા, કિંમત અંદાજે 4 કરોડ

સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠે થી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ધામળેજ બંદરેથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યા છે. જે પૈકી 2 પેકેટ ખુલેલી સ્થિતિમાં મળી આવ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી બિનવારસી ડ્રગ્સ મળી આવતાની જાણકારી મળતા જ SOG, FSL સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને આજુબાજુના સમુદ્રકાંઠામાં સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
આ ડ્રગ્સની અંદાજે કિંમત 4 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના શાહઆલમ નજીક અમજા ફલેટમાં અમદાવાદ એસઓજીએ દરોડા પાડી રૂપિયા 6.47 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આ રેડ દરમિયાન મહિલા પેડલર શિરીનબાનું ફરાર થઈ ગઈ હતી તો અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસે પૂછપરછ કરતા રામોલની શિરીનબાનું શેખ નામની મહિલા પેડલરનું નામ ખુલ્યું છે. અમદાવાદમાં ફરી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એસઓજીને બાતમી હતી કે શાહઆલમ નજીક અમજા ફ્લેટમાં આરોપીઓ ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે, ત્યારે રેડ કરતા ફલેટમાંથી 6.47 લાખનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સના દૂષણ સામે લડાઈ ચાલુ રહેશે અને કોઈને પણ બક્ષવામાં આવશે. સરકાર તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે. થોડા દિવસ પહેલા જ દ્વારકા તાલુકાના દરિયાકાંઠેથી ફરી કરોડો રૂપિયાનું બિન વારસી ચરસ મળી આવ્યું હતુ. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ પોલીસને મળી આવ્યું હતુ. મોજપ દરિયા કિનારેથી પોલીસને 23.63 કિલો ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા અને તેની કિંમત બજારમાં 11.84 કરોડ રૂપિયા હોવાની જાણકારી મળી હતી.