કાર્યવાહી@ગુજરાત: ઉનામાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

33 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી કબ્જે કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉનામાંથી નકલી તેલની ફેક્ટરી ઝડપાઇ છે. જ્યાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ ધાબડતા હતા. જેની બાતમી ફૂડ વિભાગ અને પોલીસને મળી હતી આથી ફૂડ વિભાગે પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરી કરી અને આ રેડ દરમિયાન ત્યાંથી અહીંથી કુલ 27 લાખની કિંમતનું નકલી તેલ ઝડપી પાડ્યું હતું. રાજ્યમાં સતત નકલીનું પ્રમાણ વધી રહ્યું છે. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં સસ્તા તેલના વેચાણનું મોટું કાવતરું ઉનાથી સામે આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા ઉનામાં આવેલા એક કારખાના દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે.
અહીંયા દરોડા દરમ્યાન અહીંથી કુલ 27 લાખની કિંમતનું નકલી તેલ ઝડપાયું, સાથે જ રૂપિયા 3 લાખની કિંમતના તેલ ભરવાના ટેન્કર પણ જપ્ત કરાયા. સાથે જ સિલિંગ મશીન અને સ્ટિકર સહિત કુલ 33 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી કબ્જે કરાયો હતો. પોલીસ અને તેલ કંપનીને દુકાનો માંથી મોટી માત્રમાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળ્યા છે. જેમાં કંપનીના સ્ટીકર, તેલ ભરવા માટેનો સામન મળી આવ્યો છે. જેની સાથે જ ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેડ કંપનીના તેલના ડબામાં ભરી વેચવામાં આવતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.