કાર્યવાહી@ગુજરાત: ATSનો જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ, પાકિસ્તાનના એજેન્ટોન મદદ કરતા 2 ઝડપાયા

 
કાર્યવાહી
 સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ATSએ જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને લોકોને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટોને આપતા હતા. બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ATSએ ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં જાસૂસી રેકેટનો ખુલાસો કર્યો છે.

આ કાર્યવાહી દરમિયાન ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની એક મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સીધા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દેશના સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડવામાં સક્રિય હતા. આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને તે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડવામાં પણ મદદ કરતો હતો.