કાર્યવાહી@ગુજરાત: પૂર્વ કચ્છમાંથી 120 કરોડનું કોકેઈન ઝડપાયું

 
કોકેઈન

ગાંધીધામના ખારીરોહરમાંથી 11 કિલો કોકેઈન જપ્ત કર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના પણ સામે આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર્સ સામે આક્રમક કાર્યવાહી કરી છે. હવે પૂર્વ કચ્છમાંથી પોલીસે કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી 11 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 120 કરોડ હોવાનું સામે આવ્યું છે. કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

એક દિવસ અગાઉ પણ ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી. પોલીસ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ દરમિયાન એક વ્હાઈટ સ્વીફ્ટ કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પૂર ઝડપે જઈ રહેલી કારનો પોલીસે પીછો કરીને ગાડીને રોકી હતી.