કાર્યવાહી@ગુજરાત: ગૌ હત્યાના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો, આરોપીને 7 વર્ષની સજા ફટકારી

 
ચુકાદો

સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બે આરોપીઓને 7-7 વર્ષની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. મહત્ત્વપૂર્ણ છે કે 2023માં સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો.

પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આરોપી ઇમરાન શેખ તેમજ મોહસીન શેખ સામે ગુનો નોંધાતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. હવે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને 7-7 વર્ષની સજા ફટકારી છે. બન્ને આરોપીઓને 1 લાખ દંડ અને દંડ ન ભરે તો છ માસની સજા કરવામાં આવશે. ગુજરાતમાં ગૌહત્યા સાથે સંબંધિત કેસો ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 2017 હેઠળ નોંધાય છે, જે ગૌહત્યાને ગંભીર ગુનો ગણે છે. આ કાયદા હેઠળ, ગૌહત્યા માટે 7 વર્ષ સુધીની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.