કાર્યવાહી@ગુજરાત: રાજ્યમાંથી 1 કરોડથી વધુનો બનાવટી કોસ્મેટિક ચીજોનો જથ્થો જપ્ત

 
કોસમેટિક
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું બનાવટી કોસ્મેટિક્સ પ્રોડક્ટને લઇ ચેકિંગ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકો પોતાની લાઇફ સ્ટાઇલ માટે બ્રાન્ડેડ કોસ્મેટિક ચીજો વાપરતા હોય છે જોકે ભેળસેળિયાઓ હવે બ્રાન્ડેડ કંપનીના બનાવટી કોસ્મેટિક ચીજો વેચીને લોકોના હેલ્થ સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે બનાવટી કોસ્મેટિકને લઇ સુરત, જૂનાગઢ અને ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બજારમાં નકલી અને બનાવટી કોસ્મેટિક પ્રોડક્ટો બ્રાન્ડના નામે લોકોના આરોગ્ય અને હેલ્થને લઇ છેતરી રહ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાવટી કોસ્મેટિક્સ પ્રોડક્ટને લઇ ચેકિંગ હાથ ધરી છે. જેને લઇ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતેથી 1 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી લીધો છે. બનાવટી કોસ્મેટિક ચીજોને લઇ સોશિયલ મીડિયા પર ઉત્પાદકો ભ્રામક જાહેરાતો આપતા હતા. આ બનાવટી કોસ્મેટિક ચીજોને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિવિધ શહેરમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોસ્મેટિક ચીજો 14 નમૂનામાં ભેળસેળ જણાતા કાર્યવાહી કરી છે.