કાર્યવાહી@ગુજરાત: પનામા ગેસ્ટ હાઉસમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભપાતના રેકેટનો ભાંડાફોડ

 
કાર્યવાહી
ઘટનાસ્થળેથી એક ભ્રૂણ પણ જપ્ત થયું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાંથી પોલીસ એક ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ કર્યો  છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સ્વાસ્થ્ય વિભાગની ટીમ સાથે મળીને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે.આ કાર્યવાહી ત્યારે થઈ, જ્યારે પોલીસને ઈનપુટ મળ્યા કે અહીં કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ વિના ગેરકાયદેસર રીતે ગર્ભપાત થઈ રહ્યા છે.

દરોડા દરમ્યાન ઘટનાસ્થળેથી એક ભ્રૂણ પણ જપ્ત થયું છે. જેની પુષ્ટિ થઈ છે કે હાલમાં જ મહિલાનું ગર્ભપાત થયું છે. ધરપકડ મહિલાઓમાં મુખ્ય આરોપી મૂળ ધોળકાના કલિકુંડની રહેવાસી હેમલતાબેને નર્સિંગનો કોર્સ કર્યો છે અને પહેલા સંતોકબા હોસ્પિટલમાં ડોક્ટર સાથે કામ કરી ચુકી છે. તેના અનુભવના આધાર પર તે ગર્ભપાત કરવાનું કામ શરુ કર્યું. હેમલતા ગર્ભવતી મહિલાઓનો કોન્ટેક્ટ કરી તેમની પાસેથી મોટી રકમ વસૂલતી હતી અને બાવળામાં આવેલા ગેસ્ટ હાઉસમાં ભાડે રુમ રાખી ગર્ભપાત કરતી હતી.