કાર્યવાહી@ગુજરાત: દરિયાઇ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથના ઉનાના ભીંગરણ ગામ નજીકથી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે ભીંગરણ ગામના દરિયામાં બોટની તપાસ કરી હતી, જેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગીર સોમનાથના ઉનાના ભીંગરણ ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અઠવાડિયામાં બીજી વખત પોલીસે ગીર સોમનાથના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભીંગરણ ગામના દરિયા માં બોટમાં દારૂનો જથ્થો લવાઇ રહ્યો હતો. જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બોટને તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 5 લાખ 77 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને 5 લાખની કિંમતની બોટ મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે, એક જ અઠવાડિયામાં પોલીસે બીજી વખત દરિયાઈ માર્ગે લવાતા વિદેશી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે.