કાર્યવાહી@ગુજરાત: રાજયભરની 187 હોટલ- રેસ્ટોરન્ટ્સમાં દરોડા, 6 સીલ, 137 એકમો બંધ કરવાયા

 
હોટેલ

રાજ્યભરમાં એક ખાસ 'સ્પેશિયલ ડ્રાઈવ' અંતર્ગત દરોડા પા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ સમગ્ર રાજ્યભરમાં એક ખાસ 'સ્પેશિયલ ડ્રાઈવ' અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા છે.ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી કુલ 187 જેટલી રેસ્ટોરન્ટ્સ અને હોટલ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ખાસ તપાસ ઝુંબેશ દરમિયાન રસોડાની સ્વચ્છતા, વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, વાસી ખોરાક અને સ્ટોરેજ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા ફૂડ વિભાગ દ્વારા કુલ 6 રેસ્ટોરન્ટ્સને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 137 જેટલી રેસ્ટોરન્ટ્સમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા તેમને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવી છે.

અનેક જગ્યાએથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોનાં આરોગ્ય સાથે રમત કરનાર કોઈપણ વેપારી કે સંચાલકને બક્ષવામાં આવશે નહીં. જે પણ એકમો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટનું પાલન નહીં કરે તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.