કાર્યવાહી@હારીજ: બંધ મકાનમાં જુગાર રમતાં આઠ ઇસમોને પોલીસે ઝડપ્યાં

અટલ સમાચાર, હારીજ હારીજ પોલીસે શહેરમાં બંધ મકાનમાં બાતમી આધારે રેઇડ કરી એકસાથે ૮ જુગારીઓએ ઝડપી પાડ્યા છે. હારીજ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના એક બંધ મકાનમાં જુગાર રમાડાય છે. જેથી તાત્કાલિક પંચો સાથે રાખી પોલીસે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસે કોર્ડન કરી તમામ આઠ જુગારીઓને
 
કાર્યવાહી@હારીજ: બંધ મકાનમાં જુગાર રમતાં આઠ ઇસમોને પોલીસે ઝડપ્યાં

અટલ સમાચાર, હારીજ 

હારીજ પોલીસે શહેરમાં બંધ મકાનમાં બાતમી આધારે રેઇડ કરી એકસાથે ૮ જુગારીઓએ ઝડપી પાડ્યા છે. હારીજ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના એક બંધ મકાનમાં જુગાર રમાડાય છે. જેથી તાત્કાલિક પંચો સાથે રાખી પોલીસે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસે કોર્ડન કરી તમામ આઠ જુગારીઓને ઝડપી પાડી તેમની સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ ડામવા સુચના આપેલ છે. જે અનુસંધાને હારીજ PSI એસ.આર.ચૌધરી, AHCખોડાજી, પ્રવિણભાઇ, સુનિલભાઇ, વીરમભાઇ, મથુરજી, APC સુરાજી, ભરતજી, મહેન્દ્રસિંહ, રણજીતજી, દીલીપકુમાર, અજીતસિંહ, ધરમેન્દ્રસિંહ, ભરતભાઇ, ભરતભાઇ , કીરણબેન અને સંગીતાબેન સહિતના સ્ટાફે જુગારધામ પર રેઇડ કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, ચંદનજી જવાનજી ઠાકોર, રહે. હારીજ, અમરતપુરા વાળા પોતાના ઘરની પાસે એક બંધ મકાનમાં જાહેરમાં જુગાર રમી રમાડે છે.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ પોલીસે તાત્કાલિક પંચો સાથે રેઇડ કરી સ્થળ પરથી આઠ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.5,000, રોકડ રકમ રૂ.21,270 સહિત કુલ કિ.રૂ.26,270 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે તમામ 8 આરોપીઓ સામે હારીજ પોલીસે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ચંદનજી જવાનજી ઠાકોર, અમરતપુરા, હારીજ, જી.પાટણ
  2. જાવેદ નબીભાઇ શેખ, ગંજચાલી, હારીજ, જી.પાટણ
  3. કીશનજી મંગાજી ઠાકોર, પાંજરાપોળ, હારીજ, જી.પાટણ
  4. સલીમભાઇ મોજમખાન કુરેશી, ઇન્દીરાનગર, ચાણસ્મા, જી.પાટણ
  5. યુનુસભાઇ મહંમદભાઇ શેખ, મસ્જીદ પાછળ, હારીજ, જી.પાટણ
  6. સલીમભાઇ મુળજીભાઇ સિપાઇ, નવા પાંજરાપોળ, હારીજ, જી.પાટણ
  7. શીવાજી મણાજી ઠાકોર, હસ્તીનાપુર સોસાયટી, હારીજ, જી.પાટણ
  8. બાલકૃષ્ણ ભગવાનભાઇ ઠક્કર, જલારામ પાર્ક-૧, હારીજ, જી.પાટણ