કાર્યવાહી@અમદાવાદ: 2000ની નોટ બદલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ, RBIના પૂર્વ કર્મી સહિત 4 ઝડપાયા

 
કૌભાંડ
વ્યક્તિને 30 હજારથી સુધીનું કમિશન આપવાની લાલચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકારે રૂપિયા બે હજારની ચલણી નોટને મે 2023માં ડીમોનીડાઇઝ્ડ કરવાનો નિર્ણય લીધો હતો. છ મહિના સુધી બેંકોમાં બે હજારની નોટો બદલવામાં આવી હતી. ત્યારબાદ હજુ સુધી રિઝર્વ બેક ઓફ ઇન્ડિયામાં બે હજારની ચલણી નોટો બદલવામાં આવે છે.ત્યારે હજુ પણ કરોડો રૂપિયાની બે હજારની નોટો કાળુ ધન એકઠુ કરનારાઓ પાસે હોવાથી તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાનું કૌભાંડ સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે.

જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક પૂર્વ કર્મચારી સાથે મળીને કુલ ચાર શખ્સો કમિશન પર બેંક એકાઉન્ટ મેળવીને પ્રતિ બેંક એકાઉન્ટ નવ લાખ રૂપિયા જમા કરાવીને કાળા નાણાંને કાયદેસર કરી રહ્યા છે.ત્યારે હજુ પણ કરોડો રૂપિયાની બે હજારની નોટો કાળુ ધન એકઠુ કરનારાઓ પાસે હોવાથી તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાનું કૌભાંડ સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક પૂર્વ કર્મચારી સાથે મળીને કુલ ચાર શખ્સો કમિશન પર બેંક એકાઉન્ટ મેળવીને પ્રતિ બેંક એકાઉન્ટ નવ લાખ રૂપિયા જમા કરાવીને કાળા નાણાંને કાયદેસર કરી રહ્યા છે.સરકારે રૂપિયા બે હજારના દરની ચલણી નોટોને ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત 19મી મે 2023માં કરી હતી. જેમાં 23મી મે 2023થી બે હજારની ચલણી નોટો બેંકમાં બદલવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. જેમાં અબજો રૂપિયાની ચલણી નોટો બેંકમાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમય મર્યાદા 7મી ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી. પરંતુ, ત્યારબાદ બે હજારની નોટ જમા કરાવવા માટે દેશભરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 19 પ્રાદેશિક બ્રાંચમાં જમા કરાવવાની સુવિદ્યા શરૂ કરવામાં આવી હતી. જે નાણાં જમા કરાવવાની સુવિદ્યા હજુ સુધી ચાલુ છે.

કેન્દ્ર સરકારે જ્યારે નાણાં જમા કરાવવા માટેની સમય મયાદા આપી તેની સાથે મોટા પ્રમાણમાં જમા થતી રકમ પર સર્વલન્સ રાખવામાં આવતું હતું. જેથી કાળા નાણાં રાખનારાઓએ તેમની પાસે રહેલી કરોડોની રકમ બેંકમાં જમા કરાવી નહોતી અને રિઝર્વ બેંકમાં નાણાં જમા કરવવા માટેનું સેટીંગ કર્યું હતું. જેમાં બે હજારની ચલણી નોટો જમા કરાવવા માટેનું સુવ્યવસ્થિત કૌભાંડ મોટાપાયે ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં કામ કરતા રાજુ નામના કર્મચારી, પ્રફુલ દંતાણી અને વૈશાલી દંતાણી તેમજ ઇરફાન ઉર્ફે ચીનાના નામથી ઓળખાતા વ્યક્તિ દ્વારા છેલ્લાં ઘણા મહિનાઓથી ડિમોનીટાઇઝ્ડ થયેલી બે હજારની ચલણી નોટો જમા કરાવવાનું કૌભાંડ ચાલે છે. આ કૌભાંડમાં ઇરફાન ઉર્ફે ચીના દ્વારા કોઇ વ્યક્તિને તેના બેંક એકાઉન્ટમાં નવ લાખ રૂપિયા જમા કરાવવાની સામે 30 હજારથી સુધીનું કમિશન આપવાની લાલચ આપવામાં આવે છે.

કોઇ કિસ્સામાં તેને 50 હજાર સુધીનું કમિશન ઓફર કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ તૈયાર થઇ તો તેના બેંક એકાઉન્ટની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજ લઇ લેવામાં આવે છે અને તેને સાથે રાખીને ઇરફાન પ્રફુલ અને વૈશાલી દંતાણીને જાણ કરે છે. જેથી બંને જણા રૂપિયા બે હજારની બંધ થયેલી ચલણી નોટોના રૂપિયા નવ લાખ લઇને આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર મોકલીને બેંકના કાગળો આપીને આ નાણાં જમા કરાવવા માટેનું ફોર્મ ભરાવીને નવ લાખ રૂપિયા જમા કરાવે છે.આ નાણાં કોઇપણ વાંધા વિના યોગ્ય કારણ સાથે જમા થાય તે માટે રાજુ નામનો આરબીઆઇનો પૂર્વ કર્મચારી અન્ય કર્મચારીઓ સાથે સાંઠગાંઠ ગોઠવીને ધ્યાન રાખે છે. નવ લાખ રૂપિયા જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જમા થાય ત્યારે ફરીથી બેંક એકાઉન્ટને લગતા દસ્તાવેજો લઇ લેવામાં આવે છે અને જ્યારે બે રિઝર્વ બેંકની બે હજારની બંધ થયેલી ચલણી નોટો જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે નવ લાખ રૂપિયા નાણાં જમા કરાવવા આવેલા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.