કાર્યવાહી@ભાવનગર: બે PSI સસ્પેન્ડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ, તપાસમાં ક્ષતિ બદલ લેવાયા પગલાં

 
કાર્યવાહી
અધિકારીઓની કામગીરી શંકાસ્પદ અને નિયમ વિરુદ્ધ જણાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર જિલ્લામાં બે PSI સસ્પેન્ડ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગર એસપીએ પાલીતાણાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. વી. સિંગલ અને ભરતનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગણેશ પરમાર સામે આ પગલું લીધું છે. આ અધિકારીઓ દ્વારા પોતાના કામ પ્રેત્યે ઉદાસિનતા જણાતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. વી. સિંગલને સસ્પેન્ડ કરાયા છે. બીજા અધિકારી ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગણેશ પરમાર છે.

આ બંને અધિકારીઓને સોંપાયેલી તપાસની કામગીરીમાં ગંભીર ગેરરીતિ કે ક્ષતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.પોલીસ વિભાગની આંતરિક તપાસમાં બંને અધિકારીઓની કામગીરી શંકાસ્પદ અને નિયમ વિરુદ્ધ જણાઈ હતી. તેના આધારે ભાવનગર એસપી નીતિશ પાંડેયએ તાત્કાલિક પગલાં લીધાં છે. એક સાથે બે PSIને સસ્પેન્ડ કરાતા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓની કડક કાર્યવાહીથી વિભાગમાં દોડધામ છે.