કાર્યવાહી@ગુજરાત: કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી BSFના જવાનોએ 4 પાકિસ્તાનીને ઝડપ્યા
Oct 25, 2026, 19:42 IST
કરચલા પકડવા ભારતીય સીમામાં પ્રવેશ્યા હોવાનો દાવો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ 4 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. BSFએ ભારતીય જળસીમામાં ઘૂસેલા 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવાની સાથે 1 ફાઇબર ફિશિંગ બોટ જપ્ત કરી છે. આગળની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે તમામને સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.
BSFએ ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. BSFની પ્રાથમિક પૂછપરછ જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા પાકિસ્તાની માછીમારો સર ક્રીકના આ વિસ્તારમાં કરચલા પકડવાની લાલચે ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા. તમામ માછીમારો સિંધ પ્રાંતના 'ચચ જાન ખાન' ગામના રહેવાસી હોવાનું જણાય છે.માછીમારો માત્ર કરચલા પકડવાના હેતુથી આવ્યા હતા કે પછી તેમની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ ઈરાદો છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.

