કાર્યવાહી@જામનગર: ધ્રોલ પાસેથી રૂ.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4 શખ્સ ઝબ્બે

 
Karyvahi

82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની 72,000 નાની બોટલો એટલે કે 1,500 પેટીઓ મળી આવી છે.

માહિતી પ્રમાણે પોલીસે વિદેશી દારૂના આ જંગી જથ્થા સાથે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા મુદ્દામાલ અને આરોપીઓની પૂછપરછના આધારે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.