કાર્યવાહી@જૂનાગઢ: નગરપાલિકાનો અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર, અરજદારનું બિલ પાસ કરાવવા માંગી લાંચ

 
જૂનાગઢ
લાંચિયા અધિકારીએ કુલ 1,43,000 લાંચ માંગી હતી

​​​​​​અટલ સમાચાર ડોટ કમ, ડેસ્ક

જૂનાગઢમાં ચોરવાડ નગરપાલિકાનો અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. એક અરજદાર પાસે બ્લોક ફીટીંગનું બિલ પાસ કરાવવાના નામે લાંચની માંગણી કરી હતી. જે માટે તેણે કુલ 1,43,000ની માંગણી કરી હતી. ચોરવાડ નગરપાલિકામાં એક અરજદારને બ્લોક ફીટીંગ કરાવવાનું હતું. જે માટે તેણે ઈજનેર પાસે બિલ પાસ કરાવવા માટે અરજી કરી હતી. તો બ્લોક ફીટીંગનું બિલ પાસ કરાવવા માટે ઈજનેરે લાંચની માંગણી કરી હતી.

આ અરજદારનું છેલ્લા 3 વર્ષથી બિલ બાકી હતું. જે માટે લાંચિયા અધિકારીએ કુલ 1,43,000 લાંચ માંગી હતી. બિલ પાસ કરાવવા માટે લાંચ માંગતા અરજદારે આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી. લાંચિયા અધિકારીને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ઈજનેરને લાંચ લેવા માટે નિર્ધારિત જગ્યા પર બોલાવીને અરજદારે લાંચ આપી હતી. ACBએ રંગે હાથે ઈજનેરને ઝડપી લીધો હતો. તેની પાસેથી પૈસા જપ્ત કરીને તેની અટકાયત કરી હતી. લાંચિયા અધિકારીને ઝડપીને ACBએ વધુની તપાસ હાથ ધરી હતી. તો અગાઉ પણ એવી ઘટનાઓ બની છે. જેમાં લાંચિયા અધિકારીઓ અરજદારોના કામ કરાવવા માટે પૈસા માંગતા હોય છે.